વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એરપોર્ટ પર 9 કિમી લાંબા રોડ શો કયો. આ પછી બાદ પીએમ મોદી કમલમ ભાજપ ઓફિસ પહોંચ્યા હતા. હવે PM મોદી ગાંધીનગરથી GMDC ગ્રાઉન્ડ ગુજરાત પંચાયત મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકોને સંબોધન કર્યુ છે. PM મોદી GMDC ગ્રાઉન્ડ પહોચતા સ્ટેજ પર સ્વાગત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ હાજ્ર રહી બુકે આપી કર્યું પીએમનુ સ્વાગત કર્યુ હતુ. આ સાથે PM મોદીએ પંચાયતી રાજ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.
પીએમએ સંબોધન કરતા કહ્યુ કે લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. આ બાપુની, સરદાર વલ્લભભાઈની ધરતી છે અને બાપુ હંમેશા ગ્રામીણ વિકાસની, આત્મનિર્ભર ગામની, સશક્ત અને સમર્થ ગામની વાત કરતા. આઝાદીના અમૃતકાળમાં બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ.
આ સાથે કોરોના કાળ અંગે વાત કરતા પીએમ કહ્યુ કે કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા. ગામડાંઓએ સુઝ પ્રમાણે નિયમો ગોઠવ્યા. બહાર આવે તેને બહાર રાખ્યા, બહાર રહે તેના માટે વ્યવસ્થા ગામ કરવામા આવી અને ગામડાંમાં કોરોના મહામારીને રોકી શકાઈ.
હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.
આ બાદ તેમણે નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસે વચન માગતા કહ્યુ કે હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય? દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ?
ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરી શકીએ? 75 પ્રભાત ફેરી કરીએ. ગામમા આઝાદીના 75 વર્ષે એક જગ્યા શોધીને 75 ઝાડ વાવીએ. 75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરો.
આ સાથે પાણીના મુદ્દે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આપણા ગામ આસપાસ બોરીબંધ બાંધીએ અને પાણી વહી જતુ રોકીએ. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં આ સંકલ્પ પુરો કરીશું? પાણી રોકાઈ જશે તો તળ પણ ઉંચા આવશે. 1 લાખ ખેત તલાવડીનુ અભિયાન હાથ ધરીએ. ખેતરના એક ખૂણામાં તલાવડી બનાવીએ.
આ સાથે પીએમ મોદીએ આગળ કહ્યુ કે એસપી એટલે સરપંચ પતિ ન હોવુ જોઈએ. બહેનોએ પોતાના કામ જાતે કરવા જોઇએ. હોળી પહેલા રંગેચંગે પંચાયત ઉત્સવ ઉજવીર. હું મુખ્યમંત્રીને અભિનંદન આપું છું, આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી…