વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. એરપોર્ટ પર 9 કિમી લાંબા રોડ શો બાદ પીએમ મોદી કમલમ સ્થિત ભાજપ ઓફિસમાં મીટિંગ માટે પહોંચ્યા હતા. આ બાદ હવે PM મોદી ગાંધીનગરથી GMDC ગ્રાઉન્ડ આવ્યા છે. આ દરમિયાન આખુ ગ્રાઉંન્ડ મોદી..મોદીના નારાથી ગુંજી ઉઠયુ હતુ. અહી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકોને સંબોધનનો કાર્યક્રમ છે.
PM મોદી GMDC ગ્રાઉન્ડ પહોચતા સ્ટેજ પર સ્વાગત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ હાજ્ર રહી બુકે આપી કર્યું પીએમનુ સ્વાગત કર્યુ હતુ. આ સાથે PM મોદીએ પંચાયતી રાજ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું. આ સાથે વાત કરીએ PMનો 12મી માર્ચનો કાર્યક્રમ અંગે તો પીએમ મોદી અને અમીત શાહ રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે. આ પછી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવી અને સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરશે.