ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં એક અનોખો જ માહોલ જોવા મળી રહ્યા છે. અવાર નવાર અલગ અલગ નેતાઓની હાજરી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત માટે ચાલુ સપ્તાહનાં અંતિમ દિવસોમાં ક્રિકેટથી માંડીને રાજકીય મહાનુભાવોની હાજરીથી પોલીસ સહિત તમામ સરકારી વિભાગોને સતત દોડતું રહેશે. કારણ કે અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં IPL ટુર્નામેન્ટની અંતિમ બે મેચો રમાવાની છે. શુક્રવારે ક્વોલીફાયર-2 અને રવિવારે ફાઈનલ રમાશે. વડાપ્રધાન મોદી પણ મેચ જોવા સ્ટેડિયમમાં જાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 1 લાખની ક્ષમતા હોવા છતાં સ્ટેડીયમ હાઉસફૂલ બની તેવી શક્યતાઓ છે.
તો વળી આ તરફ અમદાવાદના પોલીસ સુત્રો તરફથી પણ માહિતી મળી રહી છે કે સુરક્ષા માટે પણ ખાસ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હોવાના કારણે રાજ્યવ્યાપી સુરક્ષા પ્લાન અને સુરક્ષા રિસર્હલ કરવામાં આવશે. જો વાત કરીએ ટ્રાફીક વ્યવસ્થાની તો 5 DCP, 7 ACP, 10 PI, 15 PSIને રોકવામાં આવ્યા છે. જ્યારે સુરક્ષા વ્યવસ્થા માટે 5000 જવાનોને તૈનાત કરવામાં આવશે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદી પણ મેચ જોવા સ્ટેડિયમમાં જાય તેવી શક્યતાઓ છે.