અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તારાજીનો ભોગ બનેલા બોડેલીની મુલાકાત લીધી હતી. વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યા પછી મુખ્યમંત્રીએ અસ૩રગ્રસ્ત વિસ્તારોની પગપાળા ચાલીને મુલાકાત લીધી હતી. તેમણે પૂરને કારણે અસરગ્રસ્ત બનેલા નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો.
બોડેલી પહોંચેલા મુખ્યમંત્રીએ સ્થાનિક અધિકારીઓ સાથે પણ વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાહત તથા બચાવ કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. ૩અહીં પહોંચેલા મુખ્યમંત્રીએ સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી હતી અને પૂરની સ્થિતિ તથા તંત્રની રાહત અને બચાવ કામગીરી અંગેની જાત માહિતી મેળવી હતી.