આજે અમદાવાદથી લઈને કમલમ સુધી અવસર જેવો માહોલ જામ્યો છે. ગુજરાતમા બે વર્ષ બાદ પીએમ મોદી પહોચતા ગુજરાતીઓએ જોરદાર સ્વાગત કર્યુ છે.
એરપોર્ટ પરથી કમલમ સુધી પીએમ મોદીનો રોડ શોમા લાખોની ભીડ ઉમટી પડી હતી અને સુરક્ષાકર્મીઓનો પણ પરસેવો છુટી ગયો હતો. આ દરમિયાન વ઼ડાપ્રધાન મોદી દરેક વખતની જેમ અનોખા લુક અને ડ્રેસિંગમા જોવા મલ્યા હતા.
પીએમ આજે સિમ્પલ પહેરવેશમાં સફેદ ઝભ્ભો, લાલ ટોપી અને સફેદ ખેસ સાથે કાળા ગોગલ્સ લગાવ્યા હતા. આ સાથે હસતા મુખે લોકોના અભિવાદન જીલતા પીએમની વિક્ટરી સિમ્બોલ બતાવતા તસવીરો સામે આવી છે.
નૃત્ય અને સંગીતથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યુ અને સાથે ગરબાની રમજટ સાથે લોકો રોડ શોમા જોડાયા હતા.
ફુલ વર્ષા, ભારત માતાકી જય, વંદે માતરમ, નાસિકનો ઢોલ, જય શ્રીરામના નારા , ગીર સોમનાથની આહીર સમાજની બાળાઓ પરંપરાગત પોશાક, આહીર સમાજની બાળાઓ, ગરબા, કેસરી ટોપી, લાઇવ મ્યુઝિક સાથે રોડ શોમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.