JNV SENA દ્વારા અર્પણ વિદ્યાસંકુલ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે સ્ત્રીઓમાં સર્વિકલ અને બ્રેસ્ટ કેન્સરની જાગૃત્તિ માટે કેમ્પ અને વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 150 કરતા વધુ લોકોએ હાજરી આપી અને લાભ લીધો. આ વર્કશોપ અને કેમ્પનું આયોજન સ્વયં જેએનવીના પૂર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રભુ વુમન હોસ્પિટલના ડૉ. નૈમિશ પટેલ, ડો. ડેનિશા કટરાલ અને ડૉ. ખુશ્બુ એ પોતાની હાજરી આપી હતી. તેઓએ સર્વિકલ અને બ્રેસ્ટ કેન્સર વિશે લોકોને માહિતગાર કર્યા અને જાગૃત બનાવ્યા. જેએનવી સેના દ્વારા યોજાયેલ આ કેમ્પ અને વર્કશોપને લોકોએ ખૂબ જ સરાહ્યું અને સફળતા મેળવી. ડૉ. નૈમિશ પટેલ અને ડૉ. ખુષ્બુએ વણજોયેલી માહિતી પૂરી પાડી અને લોકોના પ્રશ્નોના જવાબ આપીને તેમની ચિંતાઓ દૂર કરી.