હાલમાં સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલની જ વાતો કરવામાં આવી રહી છે. ત્યારે કોઈ વિરોધમાં તો કોઈ સપોર્ટમાં જોવા મળી રહ્યું છે. તો વળી પટેલ લોબીમાં પણ બે ફાટા પડી ગયા હોય એવું ધ્યાને ચડી રહ્યું છે. એવામાં વિરોધ કરનાર સાથે એક ખુબ ખોટું કામ કરવામાં આવ્યું છે અને જેની વાત હવે પથંકમાં વધારે ઉકસાવ પેદા કરી રહી છે. વાત કંઈક એવી છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ તેના પોસ્ટર ઉપર કાળી શાહી લગાવનાર આગેવાનની કાર સળગી હોવાનું ખૂલ્યું છે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ઊંઝા બસ સ્ટેન્ડ પાસે પાટીદાર આગેવાનની કાર પાર્ક કરેલી હતી. ત્યાં કોઈ અસામાજિક તત્વોએ કારને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને લઈ સવાલ ઊભો થાય છે કે, શું આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો કે પછી ગુજરાતમાં આવું જ રાજ ચાલવાનું છે ? મહેસાણાના ઊંઝા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારમાં આગની ઘટના સામે આવી છે. જોકે આ કારને લઈ એક મોટી વાત સામે આવી છે.
જોકે ઉનાવા-ઊંઝામાં તેના પોસ્ટર ઉપર સ્થાનિક પાટીદાર આગેવાન ધનજી પટેલે જાહેરમાં કાળી શાહી લગાવી હતી. આ તરફ હવે તે જ ધનજીભાઇની કારમાં આગ લગતા અનેક ચર્ચાઓને સ્થાન મળ્યું છે. તો વળી કહેવામાં આવી રહ્યું છે કે ધનજી પાટીદાર તેમના જીજાજીની કારનો ઉપયોગ કરતા હતા. તેઓએ ઊંઝા બસ સ્ટેન્ડ પાસેના શાંતિ આરકેડ નામના કોમ્પ્લેક્સ નજીક કાર પાર્ક કરી હતી, જોકે અજાણ્યા અસામાજિક તત્વોએ કાર સળગાવી હોવાનો ધનજી પાટીદારનો આક્ષેપ છે.