શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી પુત્રવધૂને સસરાએ હવસ નો શિકાર બનાવી છે. પતિ અને સાસુની ગેરહાજરીમાં રસોઈ બનાવી રહેલી પુત્રવધૂ પાસે સસરા પહોંચ્યા અને તું બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે અને તું થાકી ગઈ હોઈશ તો હોલમાં આવીને મારી પાસે બેસ. આમ કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી અને ધમકી આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો.
નારણપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે, તેના લગ્ન બાદ તેના સાસુ સસરા સાથે નાની મોટી બાબતે કર ઘર કંકાસ થતો હતો. પરંતુ મહિલા બધું સહન કરતી હતી. મહિલા જ્યારથી તેની સાસરીમાં આવી ત્યારથી જ તેના સસરા તેના પર ખરાબ દાનત રાખતા હતા. અને જ્યારે પણ મહિલા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા ખરાબ દાનત રાખીને તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. એક દિવસ તેના પતિ અને સાસુ નોકરી ઉપર ગયા હતા.
ત્યારે મહિલાના સસરા રસોડામાં રસોઈ બનાવી રહેલ પુત્રવધુ પાસે આવ્યા હતા અને તું બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે અને તું થાકી ગઈ હોઈશ તો હોલમાં આવીને મારી પાસે બેસ. આમ કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી. જાેકે મહિલા તેના બેડરૂમમાં જતી રહેતા તેના સસરા પણ ત્યાં પહોંચ્યા હતા અને શારીરિક હડપલા કરવા જતા મહિલાએ તેને એક લાફો મારી દીધો હતો. તેના સસરાએ તેનું મોઢું હાથથી દબાવી ધમકી આપી હતી કે, તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશ આમ તેના સસરાએ તેની મરજી વિરુદ્ધમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ બાબતની જાણ મહિલાએ તેના સાસુને કરતા તેઓએ પણ તેની વાત સાંભળી ન હતી. અને તેની સાથે મારઝૂડ કરી ધમકી આપી હતી. જાેકે તેના પતિએ પણ મહિલાની વાત પર વિશ્વાસ કર્યો ન હતો. ત્યારબાદ પણ તેના સસરા તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. એટલું જ નહીં તેના સાસુએ તેની સાથે કામકાજ બાબતે બોલાચારી કરીને મારઝૂડ કરી હતી અને ધમકી આપી હતી કે, તું કોઈને કહીશ તો કોઈ મને કઈ કરીને નહીં લે. આમ અંતે કંટાળીને મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.