હર્ષ બારોટ અને સચિન અગ્રવાલ: “સફળતાની સૌથી ખાસ વાત એ છે કે, તે મહેનત કરનારાઓ પર ફિદા થઈ જાય છે.” આ વાકય સાબિત કરતી મહીલા એટલે દર્શિતાબેન બાબુભાઈ શાહ. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા દર્શિતાબેન જન્મના 8 મહીના બાદ પોલિયોના શિકાર બન્યા હતા. પોલિયો ગ્રસ્ત હોવા છતાં કેટલીય સિદ્ધિઓ હાંસલ કરી છે. દર્શિતાબેનની હાલત એવી છે કે તે પોતાના શરીરનો 90% ભાગનો ઉપયોગ નથી કરી શકતા અથવા ત એવું પણ કહી શકાય કે 90 ટકા શરીર ખોટું જ છે. તેઓના પરીવારમાં 3 બહેનો અને એક ભાઇનો સમાવેશ થાય છે.
દર્શિતાબેનએ પોતાના જીવનમાં ધણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને એક મોટા મકામ સુધી પહોચ્યાં છે. તેઓએ ભણવામાં પણ એક અદ્દલ દાખલો બેસાડ્યો છે. વિદ્યાભ્સાય દરમિયાન તેઓએ 6 માસ્ટર ડિગ્રી સહિત કુલ 21 ડિગ્રી મેળવી છે. આ ડિગ્રીની અંદર M.COM in ACCOUNTING, M.COM IN Statistics, MASTER IN LAW, MASTER IN BUSINESS, MASTER IN SOCIAL WORK… જેવી ધણી મહત્વ પુર્ણ ડિગ્રી મેળવી છે.
દર્શિતાબેન 58 વર્ષના થયા છતાં જીંદગીમાં હાર માનવા કરતાં એમની શારીરિકતા સામે લડત આપી અને જાણે હિમાલય પર્વતની જેમ ઊભા રહીને સમાજ સેવાના કામ કરી રહ્યા છે. દર્શિતાબેન 1989થી સામાજિક કાર્યો કરે છે. જેમાં તેમને મહિલા અવાજ, BM institute , અધંજનમંડળ, અપંગ માનવ મંડળ જેવા માધ્યમમાં પોતાનુ યોગદાન આપ્યુ છે. સાથે જ ગર્વ લઈ શકાય એવી વાત કે અંધજનમંડળમાં દાન ભેગું કરવાથી લઈને કોર્પોરેટ ઓફિસમાંથી નાણા સહાય લેવી જેવાં મહત્વપૂર્ણ કાર્યો પાર પાડ્યા છે. તેઓએ દરેક જગ્યાએ એકાઉન્ટ વિભાગમાં પણ મોટું યોગદાન આપ્યું છે.
દર્શિતાબેન 2008 સુધી પ્રાઈવેટ ટુશન ક્લાસ કરતાં હતાં, જેમાં તેમણે 12માં ધોરણ સુધીના વિદ્યાથીઓને ભણાવતા હતાં. આ મહેનતું સ્ત્રી દર વર્ષે 9 બાળકીઓની અને 9 દિવ્યાંગોઓની ભણવાની ફી ભરે છે અને હજારો પુષ્તકોનું વિતરણ પણ કરે છે.
દર્શુકેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ
આવા જ કાર્યો સાથે દર્શિતાબેને પોતાનું દર્શુકેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ નામથી NGO પણ ચલાવે છે. આ ટ્રસ્ટમાં જરૂરિયાતમદ મહિલાઓને સિલાઈ મશીન અને દવા- અનાજ જેવી સેવા આપે છે. સાથે જ દિવ્યાંગો માટે વ્હીલચેર, ક્રિકેટ વ્હીલચેર, ટેબલ ટેનિસ અને કેરમ, ચેસ જેવી રમતોનું આયોજન કરે છે. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ કવિઓનું ઓફલાઈન અને ઓનલાઇન કવિસંમેલન પણ ગોઠવવામાં આવે છે. તો વળી આ ટ્રસ્ટમાં રક્ષાબંધન, ઉતરાયણ, ગરબા જેવાં તહેવાર પણ અવાર નવાર ઉજવાય છે.
દર્શિતાબેને પોતાના જીવનમાં કુલ 58 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. 2008માં તેમને રાષ્ટ્પતિ એવોર્ડ, ગુજરાત સરકાર દ્વારા 2007 અને 2015નો શ્રેષ્ઠ દિવ્યાગ એનવોર્ડ , 2015માં દૈનિક ભાસ્કર દ્વારા પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓ એક લેખક જીવ પણ છે. તેમણે અત્યાર સુધીમાં 535 પુસ્તકો એક એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવી છે. જેની અંદર ગુજરાતી, હિન્દી કવિતા અને ગઝલ સંગ્રહનો સમાવેશ થાય છે.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
દર્શિતાબેન કહે છે કે આ દરેકસફળતા પાછળ તેમના પિતાનો ખુબ મોટો હાથ છે. પપ્પાના અવસાન બાદ ભાઇ-ભાભી ખુબ જ સારો ટેકો કરે છે. જ્યારે દર્શિતાબેનને સવાલ કર્યો કે તેઓ દિવ્યાંગ ના હોત તો શું કામ કરતા હોત… તો તેઓ જવાબ આપે છે કે પોતે વધારે દોડીને લોકોને મદત કરી શકત.