સફફાન અન્સારી, પ્રિન્સી કળથીયા ( અમદાવાદ ) : અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખજુરભાઈ (નિતિન જાની) માર્ટીનોઝ પિઝાનું ઉદ્ઘાટન કરવા માટે આખી ટીમ સાથે આવ્યા હતાં.
ખજુરભાઈ (નિતિન જાની)નાં સ્વાગતમાં હજારો લોકોની ભીડ મણિનગર વિસ્તારમાં સવારના 9 વાગ્યાથી રાહ જોઈ રહી હતી. જો કે, ખજુરભાઈ માટે ભીડ કેમ ન હોય? કારણ કે ખજુરભાઈ જેમની આગળ પાછળ કોઈ નથી, એવા લોકોને ઘર બનાવી આપે છે.
ઉદ્ઘાટના કાર્યક્રમમાં ખજુરભાઈએ પોતાના સેવા કાર્યની વાત કરી કે, હું અત્યાર સુઘી 266 ઘરો બનાવી ચૂકયો છે, અને 267માં ઘરનું કામ ચાલુ છે. તેમનુ માંનવુ એવુ છે કે હુ જે કંઈ કમાવુ છુ એમાંથી 95% બઘાની મદદ માટે પૈસાનો ઉપયોગ કરું છુ. માત્ર ઘર જ નહિ જેને ભણવુ છે, ઘરનું ભાડું ભરવુ છે કે લાઈટબીલ ભરવુ છે, જેને જે જરુરિયાત હોય તે ખજુરભાઈ પુરી પાડે છે.
આગળ વાત કરી કે, કલાકાર તરીકે દરેક ઈવેન્ટમાં બોલુ છુ કે ગુજરાતમાંથી આપણે જે કંઈ કમાતા હોઈએ એ જ ગુજરાતમાં પાછુ આપવમાં શું વાંધો છે? બસ એજ વિચારથી સારા કાર્ય કરતો રહુ છુ.
હમેશા એજ વિચાર છે કે ગુજરાતમાં જેટલા નાના બાળકો છે, દિકરીઓ છે જેમને ખરેખર ભણવુ છે તેવા વિદ્યાર્થી સુઘી પોહચવુ છે. ખજુરભાઈના સ્વાગતમાં તેમના ગીતો વગાડવામાં આવ્યા હતા. તેઓ જે સેવા કરે છે તે બઘું PPTમાં બતાવવામાં આવ્યુ હતું.