અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન સંચાલિત બાકરોલ-સરખેજની વચ્ચે આવેલ પાંજરાપોળમાં માવજતના અભાવે કથિત રીતે અસંખ્ય ગાયોના મોત થયાનો મામલો હાલમાં ભારે ચર્ચામાં છે. યોગ્ય જાળવણીના અભાવે તેમજ પુરતા ખોરાક ના આપવાનાને લઈને તો વળી ગંદકી અને કાદવકીચડથી ખદબદતા પાંજરાપોળમાં 20 જેટલી ગાયોના મોત થવાનું સામે આવતા ફફડાટ મચી ગયો છે.
સાથે જ માહિતી મળી રહી છે કે મરણ પામેલ ગાયોના શબ AMC સંચાલિત પાંજરાપોળમાં ઠેરઠેર જોવા મળી રહ્યા છે. હવે મૃત ગાયોના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે. એકસાથે 20 જેટલી ગાયોના મોત પાંજરાપોળમાં થતા અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું રે આખરે આ ગાયોની હાલત કેમ આવી થઈ છે. પાંજરાપોળ પાસે ખરેખર પૈસાનો અભાવ છે કે પછી બેદરકારી જોવા મળી રહી છે.