આશુતોષ મહેતા: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવેશ દ્વાર સમા એટલે વાયા વિરમગામ, વિરમગામ પંથક આમ તો ખેતીવાડી સાથે વ્યાપાર સાથે સણ્કડાયેલો છે.
આમા વિરમગામની આગવી ઓડખ એટલે “લાકડી” ને કેમ ભુલાય, તો વિરમગામના દેવી પુજક સમાજના લોકો લાકડી વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે.
આ લોકો કાચો માલ છોટા ઉદેપુર, જેવા જંગલી વિસ્તાર માથી લાવી ને તૈયાર કરે છે.
અા ધંધો કરતા સમાજના લોકો કહી રહ્યા છે કે આખા ગુજરાત રાજ્યમા એક માત્ર વિરમગામ શહેર એક એવુ શહેર છે કે ત્યાં “લાકડીઓ” મલે છે.
વિરમગામ પંથક એક માલધારી સમાજ સાથે ખેતીવાડીનો વ્યવસાય કરતા વર્ગ થોડા વધુ પ્રમાણમા છે.
તેથી વિરમગામ તાલુકામાંથી બહુ મોટા પ્રમાણમાં લોકો”લાકડીઓ” ખરીદવા આવતા હોય છે.
અા લાકડીઓ રૂપીયા 200 થી લઈને રૂપીયા 5000 મા લાકડીઓ વેચતા હોય છે. જેમાં વિવિધ જાતની લાકડીઓ તૈયાર કરીને વેચે છે જેમ કે કુંડલી વાડી લાકડીઓ જેવી અનેક પ્રકારની વિવિધ લાકડીઓ વેચે છે.
નોંધનીય છે કે વિરમગામ મા અા એરીયા ને લાકડી બજાર તરીકે ઓડખાય છે.