Ahmedabad News: જુન મહિનામાં અમદાવાદના વિશાલા નારોલ નેશનલ હાઇવેના બ્રિજને લઇને સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે બ્રિજ પરથી મોટા વાહનો પસાર નહીં થઈ શકે એવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ જર્જરિત હોવાને કારણે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે હવે ફરીવાર અમદાવાદનાં વિશાલા બ્રિજ એક સાઈડ બંધ કરાયો છે. આ બ્રિજ ચાર મહિના સુધી એક સાઈડથી બંધ જ રહેવાનો છે.
આ અગાઉ પણ બ્રિજ પરથી મોટા વાહનો પસાર કરવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો ત્યારે પણ લોકોને ભારે તકલીફ પડી હતી અને હવે ફરીથી એ જ રામાયણ ઉભા થઈ છે. જો કે અમદાવાદ શહેરમાં કોઈ જગ્યાએ તો અવાર નવાર રસ્તાનું કામ ચાલુ જોવા મળે જ. એક્સપાન્શન જોઇન્ટ અને બીજા બે રિપેરિંગ કરવાનું હોવાથી હજુ ચાર મહિના સુધી લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો કે રાહતની વાત એ છે કે બ્રિજની સામેની બાજુ ટુ વે કરવામાં આવ્યો છે. બેરીકેડ્સ લગાવવામાં આવ્યા છે અને હાલનાં દિવસોમાં પણ ટ્રાફિક જોવા મળી રહે છે. સૌથી મોટી તકલીફ તો રહીશોને ટ્રાફિક જામની જ પડશે કારણ કે હવે બ્રિજ એક સાઈડ બંધ કરાતાં ટ્રાફિકજામ થશે.
લોકોને ઘરે પહોંચવામાં બે ગણો વધારે સમય લાગી શકે તો પણ નવાઈ ન કહી શકાય.