અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો બંધાવવા સામાન્ય બાબત બની ગઈ છે. અને લગ્નેત્તર સંબંધોથી પતિ-પત્ની વચ્ચેના સંસારમાં ત્રિરાડ પડતી હોય છે. સમાજમાં આવા અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે અને પ્રકાશમાં પણ આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. અહીં એક પતિ માઉન્ટ આબુ ફરવા ગયો હતો. જાેકે, ઘરે આવતા પત્નીએ મોબાઈલ ચેક કરતા પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટો હતા.
પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટો જાેતા પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને આ અંગે પતિને પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને લાકડી અને પટ્ટાથી માર માર્યો હતો. જાેકે, આ અંગે મહિલાએ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી પ્રમાણે પીડિત મહિલાએ બાવળા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ પ્રમાણે વર્ષ ૨૦૧૪માં ૨૮ વર્ષીય સોનલના લગ્ન મહેશ સાથે થયા હતા. બંનેનો સુખી સંસાર ચાલતો હતો પરંતુ છેલ્લા ૨ વર્ષથી દંપતિ પોતાના લગ્નજીવનથી રાજી ન હતું.
એનું કારણ એ હતું કે ૨ વર્ષથી મહેશને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ થયો હતો. જેના કારણે તે પત્ની સાથે વારંવાર ઝઘડા કરતો હતો. આ દરમિયાનમાં મહેશ ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ બે દિવસ માટે માઉન્ટ આબુ ફરવા ગયો હતો. મહેશ જ્યારે માઉન્ટ આબુથી પરત આવ્યો ત્યારે સોનલને પતિના ફોનમાંથી પ્રેમિકા સાથેના ફોટો જાેવા મળ્યા. જેથી આ બાબતે તેણે પૂછતા મહેશે પટ્ટા અને લાકડી વડે તેને માર માર્યો હતો અને ગળું પકડી લીધું હતું.
ગભરાયેલી સોનલે સાસુ-સસરાને ફોન કરીને ત્યાં બોલાવતા સાસુએ એક વખત તેમના દીકરાને જવા દેવા માટે કહ્યું હતું. તેના બે દિવસ બાદ મહેશે છૂટાછેડા લેવાની વાત કરતા બંનેએ લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ પર કર્યો હતો. લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ ઉપર કર્યા બાદ બંને પોતાના સંબંધો સુધારવા માંગતા હોવાથી ૩ મહિના જેટલા સમયથી સાથે રહેતા હતા. પરંતુ ત્યાર બાદ અચાનક મહેશ સોનલને મૂકીને જતો રહ્યો અને ફોન કરીને કહ્યું કે, મારે તારી સાથે રહેવું નથી અને હું મારી રીતે મારી જિંદગી જીવવા માંગું છું અને આજ પછી મારે તારી સાથે કોઈપણ જાતને વ્યવહાર કરવો નહીં.
પતિ અચાનક મૂકીને જતો રહેતા સોનલે આ બાબતે પિતાને જાણ કરી તેની સાસરીમાં જઈને લગ્ન સંબંધ અંગે ચોક્કસ ર્નિણય લેવા અંગે વાત કરી અને પોતે પણ મહેશને ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેશ ગાળો બોલીને માર મારવાની ધમકીઓ આપતો. ૫મી માર્ચ ૨૦૨૨ના રોજ સોનલ તેની બહેન સાથે પોતાના ઘરે હતી, આ દરમિયાન મહેશ ત્યાં આવ્યો અને ફેંટ પકડીને માર મારવા લાગ્યો હતો.
સાથે સાથે કહેવા લાગ્યો કે, તારે ને મારે છૂટાછેડાનો કરાર હોવાથી કોઈ સંબંધ નથી રહ્યો, છતાં તે કેમ મારા અને જાનકી (નામ બદલ્યું છે)ના ફોટો વાયરલ કર્યા? મહેશે આટલેથી ન અટકી સોનલને ધમકી આપી કે, તારા પણ અંગત ફોટો મારી પાસે પડેલા છે જે હું વાયરલ કરી નાખીશ અને હવે પછી તે અમારા ફોટો વાઈરલ કર્યા તો તને જાનથી મારી નાખીશ. સોનલે બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં આવી પહોંચતા મહેશ નાસી છૂટ્યો હતો. જે બાદ તેણે બાવળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.