આખા અમદાવાદના કમર સુધી પાણી, જ્યાં જૂઓ ત્યાં ટ્રાફિક, અકસ્માતોની લાઈન… મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રીથી બૂમ પડાવી દીધી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે સવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે ચોવીસ કલાક બાદ ફરી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ગુરુવારે પૂર્વ અમદાવાદમાં પાણી ભરાયા હતા. ત્યારે આજે પશ્ચિમ અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું.ભારે વરસાદને કારણે શહેરના પશ્ચિમ વિસ્તાર અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા LC 25 અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. શાહીબાગ અંડરબ્રિજ સહિત કુલ 5 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

સાંજે છ વાગ્યાથી સતત અમદાવાદ શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે. સવા બે ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં નોંધાયો છે. 6.5 ઇંચ જેટલો વરસાદ જોધપુર, સેટેલાઈટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં ખાબકયો છે.

બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પાલડી, વાસણા, ગોતા, વેજલપુર, સરખેજ, રાણીપ, ન્યૂ રાણીપ, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ડરો નહીં, બધા માટે આધાર-પાન લિંક કરવું ફરજિયાત નથી, આ લોકોને મળી છે છૂટ, જાણો સરકારનો નવો નિયમ

રસ્તાઓ નદીમાં ફેરવાયા, મંદિરો ડૂબી ગયા, ગામો-ગામમાં નદીપુર આવી, આખા સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવો અનરાધાર વરસાદ

અંબાણી કે અદાણી નહીં આ માણસ પાસે છે દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત એટલી કે 10 મોટા એપાર્ટમેન્ટ આવી જાય

અમદાવાદ શહેરના આજે પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ફરી ખુલી ગઈ છે. પ્રિમોન્સૂનની કામગીરીની વાતો વચ્ચે શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, આનંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.. ભારે વરસાદને કારણે શહેર બેટમાં ફેરવાયું છે. નોકરીંધંધેથી ઘરે જતાં લોકો રસ્તામાં અટવાયા છે. વરસાદી પાણી રોડ પર ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ટ્રાફિક કંટ્રોલ કરતા ટ્રાફિકકર્મીઓને પણ મુશ્કેલીઓ પડી રહી હતી.


Share this Article