ગુજરાતમા જેમજેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ ગરમાય રહ્યુ છે. એક પછી એક પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજ્યની મિલાકાતે આવી રહ્યા છે. આ વચ્ચે ફરી એકવાર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનુ એમ નિવેદન ચર્ચામા આવ્યુ છે. રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા અલ્પેશ ઠાકોરે વિરોધીઓને જવાબ આપવાતા ફિલ્મ પુષ્પાનો ડાયલોગ ઝુકેગા નહિ બોલ્યો હતો.
આ વિશે વિગતે વાત કરીએ તો બનાસકાંઠાના કોતરવાડા ગામે સમસ્ત ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજયુ હતુ જે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનો મત વિસ્તાર અને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું સાસરું છે. એક તરફ અહીની બેઠક પરથી અલ્પેશ ઠાકોર મેદાને ઉતરવાનુ એલાન કરી ચૂક્યા છે જ્યારે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર અગાઉથી જ કહી ચૂક્યા છે કે અલ્પેશની જાન લીલા તોરણે પાછી આવશે.
અલ્પેશ ઠાકોરે આ દરમિયાન કહ્યુ હતુ કે હું સમાજ માટે સારું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ મને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે. 2019માં રાધનપુરમાં મને હરાવવાના પ્રયાસ કર્યા. પુષ્પાની સ્ટાઈલમા ઝુકેગા નહિ. મને ઝુકાવવાનો પ્રયાસ કરતા હોવ તો તે ન કરતા કહ્યુ હતુ. એવું શું હતું કે હું તમારો દુશ્મન થઈ ગયો. અલ્પેશ ના હરવાથી આખા સમાજનું મોરલ તૂટ્યુ. સમાજે કેટલું વેઠવાનું આવ્યુ.
આગળ વાત કરતા અલ્પેશે કહ્યુ કે સમાજ એરોપ્લેનની સ્પીડ એ દોડતો હતો પાછો ટ્રેન પર આવી ગયો. સમાજનું એહિત કરનારને રોકવાની જરૂર છે. આ કુવાના દેડકા છે ચૂંટણી આવી એટલે બોલવા નીકળી પડ્યા છે. ચૂંટણી પછી આ લોકો દેખાવના નથી. લાખો લોકોને ફાયદો થયો હોય તો અનેક ડામ સહન કરી લઈશ.
આ સાથે અલ્પેશ ઠાકોરે સમાજને ટકોર કરતા કહ્યુ હતુ કે ની જે સ્વૈચ્છિક જવાબદારી છે તે આજ પ્રકારની છે. સમાજમાં ધંધા નોકરી માટે કાર્ય થાય તે જ સમાજનું કાર્ય છે. છેલ્લા 10 વર્ષમાં સમાજમાં શિક્ષણના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લી 10 ભારતીયોમાં અનેક સમાજના દીકરી-દીકરાઓ નોકરીએ લાગ્યા છે. આજે સમાજના દીકરાઓ ભણીને આગળ ગયા છે ખેતી પણ આધુનિક કરવા લાગ્યા છે આજ બદલાવ છે.
આ સાથે અલ્પેશ ઠાકોરે કહ્યુ કે આજેય સમાજનો મારા પર અપેક્ષા ખૂબ છે. સમાજને સરકારની જરૂર છે. સાથે જ તેઓએ યુવાનોને કહું છુ દારૂના રવાડે ના ચઢતા શિક્ષણ તરફ આગળ વધો તેવી અપીલ પણ કરી હતી. વિદ્યાર્થી સન્માન સમારોહ થતા હોય છે પરંતુ એ વિદ્યાર્થી જ્યારે સરકારી કર્મચારીઓ બને છે તેમનો સન્માન આજે થયો છે. તે બદલ હું એમને અભિનંદન પાઠવું છે. તમે ઈમાનદાર અધિકારી અને કર્મચારી બની તમે કામ કરો.
આ દરમિયાન તેણે ભાજપ અને તેના કામો અંગે વાત કરતા સમાજને કહ્યુ કે ગુજરાતના ઇતિહાસમાં ભાજપનો 150થી વધુ સીટો આવવાની છે તો આપણે કેમ પાછા રહીએ. દરેક સમાજે રાજનીતિમાં રહેલા લોકોનો ફાયદો લીધો જ છે. સમાજે સરકારમાં બેઠેલા પ્રતિનિધિને રજુઆત કરવી પડે. કોઈપણ સમાજે આગળ આવવું હોય સરકાર અને તેની યોજનાનો લાભ લેવો પડે. આંદોલનમાં અમે દરેક સરકાર પાસે માંગવા જવું પડ્તું હતું.