Gujarat News: રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ અને ગર્લ્સ એજયુકેશન શાખા અંતર્ગત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ દ્વારા ઉના તાલુકાની ચાચકવડ , મેણ , ગુંદાળા , ભડીયાદર , ભાચાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6,7,8ની કુલ 316 જેટલી દીકરીઓને કરાટે, જુડો, વુશુ , બોક્સિંગ , જેવી રમતો મારફતે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે.
નિષ્ણાત ટ્રેનર મયુર પીપરોતર દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાના મેદાનમાં સ્થાનિક શાળાના આચાર્ય અને શિક્ષિકા બહેનોની ઉપસ્થિતિમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. દરેક શાળાની દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.
આ તાલીમ કોર્ષમાં ઉના તાલુકાના બી.આર. સી. ચંદ્રેશભાઇ ડાભી તેમજ સંદીપસિંહ રાઠોડ( NIS COACH) માર્ગદર્શન હેઠળ તાલુકાની આ શાળાની દીકરીઓને જુદી જુદી તાલીમ આપી હતી. તેમજ મયુરે જણાવ્યું હતું કે સ્વરક્ષ્ણ કરી શકે તે હેતુથી તાલીમ અપાઈ રહી છે.