Gujarat News: હાલમાં ગુજરાતમાં આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળે એવી સંભાવના જોવામાં આવી રહી છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની આગાહી અંબાલાલે કરી છે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે એવું પણ આગાહીકાર અંબાલાલે વાત કરી છે.
હવામાન વિભાગે પણ પોતાની આગાહીમાં વાત કરી કે 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબકાંઠા તેમજ મહિસાગર અને દાહોદમાં માવઠું પડવાની સંભાવના છે. 12મી એપ્રિલના રોજ ભરૂચ, સુરત અને નવસારીમાં હળવો વરસાદ પડશે. ૧૩મી એપ્રિલના રોજ ભરૂચ, સુરત અને નવસારી સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
આ તમામ આગાહી વચ્ચે ખેડૂતોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. આ સિવાય તા. 12 અને 13 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ સર્જાઈ શકે છે.