કડકડતી ઠંડી બાદ હવે ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર થઈ જાઓ, અંબાલાલ પટેલે કરી નાખી મોટી આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજ્યમા હવે ધીરેધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ગઈ કાલથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે અમદાવાદનો પારો 13.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ નોંધાયો છે. ગઈ કાલે અમદાવાદનુ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ નોંધાયું હ. કાલે બપોરે ગરમીના પ્રકોપ અનુભવાયો હતો. આ વચ્ચે ઉનાળાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહેશે.


અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વર્ષે ઉનાળો ઉગ્ર રહેશે. ગરમીના તાપથી લોકો હેરાન થશે. જો કે હજુ ઠંડીનો એકાદ રાઉન્ડ આવે તેવી સંભાવના વ્યકત કરવામા આવી છે. હાલ રાજય્મા 3 સિઝનનો એક સાથે અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો અને બપોરે ધોમ તડકો પડી રહ્યો છે. આ સાથે કમોસમી વરસાદ પણ અમુક વિસ્તારોમા પડી ચૂક્યો છે.


આ માહોલને કારણે વાઈરલ ઈન્ફેક્શનથી બીમારઓ પણ વધી છે. શરદી, ખાંસીનો કેસોમા સતત વધારો થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે આગહી કરી છે કે 19 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીનો પારો ઊંચકાઈને 17-18 ડિગ્રીએ જઈ શકે છે.

ફરીવાર પત્ની સાથે પરણ્યો હાર્દિક પંડ્યા, ઉદયપુરમાં કર્યા રંગે ચંગે લગ્ન, તસવીરો જોઈ આંખો અંજાઈ જશે

બજરંગદળ વાળા પણ અઘરા છે, બગીચામાં GF ના હાથે BF ને રાખડી બંધાવી અને પગે પણ લગાડી, વેલેન્ટાઈન સોંસરવો કાઢ્યો

30 વર્ષ બાદ બની ગયો છે રાજયોગ, આટલી રાશિ હવે દુ:ખના દિવસો ભૂલી જાઓ, તરક્કી અને પૈસા તમારા ચરણોમાં આવશે

આ સિવાય રાજ્યના અન્ય શહેરો પર નજર કરીએ તો અમરેલી 12.8, વડોદરા 11.4, ઓખા 19.8, પાટણ 13.4, પોરબંદર 14.5, રાજકોટ 14, સુરત 17.8, ભાવનગર 14.5, ભૂજ 15.3, દમણ 14.4, ડીસા 12.8, દીવ 11.7, દ્વારકા 17.8, ગાંધીનગર 13.8, જૂનાગઢ 15, નલિયા 8.8 અને વેરાવળમાં 17.2 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.


Share this Article