હાલ રાજ્યમા ભર શિયાળે ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 5 દિવસ બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે. અમદાવાદ-ગાંધીનગરમાં 15થી 20 ડિગ્રી તાપમાન અને કચ્છ નલિયામાં 10 ડિગ્રી સુધી તાપમાન રહેશે. હાલ વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અંનુભવ થઈ રહ્યો છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે જે બાદ ફરી એકવાર ખેડૂતો ચિંતામા મૂકાયા છે.
સવારે ઠંડી અને બપોરે ગરમીનો અંનુભવ
અંબાલાલ પટેલની આગાહી મુજબ 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન ફરી એકવાર માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદ થાય તેવી શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. આ બાદ 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર પારો નોંધાઈ શકે છે.
ગુજરાતના આ ભાગોમાં હળવો વરસાદ થશે
આ સાથે ઉનાળા અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યુ છે કે 2023નો ઉનાળો ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે અને ખુબ જ આકરો ઉનાળો સાબીત થશે. 13 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 19/20 ફેબ્રુઆરીથી પારો 37 ડિગ્રી આંબી જશે. 22-26 ફેબ્રુઆરીના દિવસોમા વરસાદ ખાબકે તેવી શકયતા છે. આ બાદ 26 એપ્રિલથી પારો 45 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
તુર્કીમાં ભૂકંપથી મૃતકોની સંખ્યામાં સતત વધારો, 11 હજારથી વધુ લોકોના થયા મોત, 40,000થી વધુ લોકો ઘાયલ
આ સાથે એ પણ આગાહી કરવામા આવી છે કે સૌરાષ્ટ્રમા કાળઝાળ ગરમીમાં વરસશે. એક સાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ હાલ થઈ રહ્યો છે જેમા 13મી ફેબ્રુઆરી બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે.મધ્ય ગુજરાતમાં 14 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જશે અને 20થી 25 માં પલટો આવતા 27, 28 અને માર્ચ 4 સુધીમા વાતાવતરણ બદલાયેલુ રહેશે.