રાજ્યભરમા ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યુ છે. આ વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જે બાદ ખેડૂતો ચિંતામા મૂકાઈ ગયા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી પડવાની શકયતા છે. 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વાતાવરણ પલટાશે અને વરસાદ પડી શકે છે. આ સાથે વાત કરીએ ઠંડીની તો આગામી 24 કલાક દરમિયાન કાતિલ ઠંડીનો અનુભવ થશે.
રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી પડવાની શકયતા
ઠંડીના આ જોરને લીધે રાજ્યમાં સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સાથે વોકિંગ કરવા કે રનિંગ માટે વહેલી સવારે નીકળી જતા લોકોની સ્થ્યપ્રેમીઓની સંખ્યા રસ્તાઓ પર સાવ ઘટી ગઈ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં C અને ઠંડા પવનો ફૂંકાશે
લોકો બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે. અંબાલાલ પટેલ દ્વારા મળતી માહિતી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની શકયતા છે. આ સાથે આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર રાજકોટ પોરબંદર જુનાગઢમાં પણ અનુભવાશે.
રામચરિતમાનસ વિવાદ પર બાબા રામદેવે નેતાને આપી દીધી ચોખ્ખી ધમકી, કહ્યું- ‘જરૂર પડી તો મરી જઈશ પણ…’
સૌરાષ્ટ્ર અને કચ્છમાં C અને ઠંડા પવનો ફૂંકાશે. વાતાવરણના આ ફેરફરાને કારણે જીરાનો પાક ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થવાની શકયતા છે. એક તરફ હાલમાં લગ્નની સિઝન પણ પુરજોશમાં ચાલી રહી છે અને લોકો માંગલિક પ્રસંગને વધાવવા માટે ચારેકોર દોડધામ કરતા જોવા મળી રહ્યા છે, જોકે, સવારના મુહૂર્તના ટાણે વેવાઈ પક્ષની હાલત કફોડી બને છે. મોડી સાંજ પછી પણ સૂસવાટા મારતા પવનના કારણે લગ્ન પ્રસંગમાં મહાલતી વખતે મહિલાઓને સ્વેટર-સ્કાફ પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવવું પડે છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.