Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે નવી આગાહી કરતાં લોકોમાં સોપો પડી ગયો છે, કારણ કે અંબાલાલ આગાહી કરે એટલે 90 ટકા તો સાચી જ પડે. ક્યારેક જ જવલ્લે એવું બને કે અંબાલાલ બોલે અને એવું ન થાય.
આ વખતે અરબી સમુદ્રમાં હલચલ આવ્યા બાદ 12મી તારીખથી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12મી ડિસેમ્બરથી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વિશે વાત કરતાં કહ્યું કે આના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવતા પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરનો ભેજ ભળી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી રહેશે.
માળીનું નસીબ ચમક્યું, અબજોપતિએ 51 વર્ષના ફૂલવાળાને દત્તક લીધો, કરોડોની સંપત્તિનો વારસો મળશે
પૈસા તૈયાર રાખો! સરકાર ફરી આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, આ તારીખે ખુલશે સ્કીમ
અંબાલાલે વિસ્તાર સાથે આગાહી કરી કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા રહેવાની છે. આ વખતે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. જેના કારણે ઠંડા પવન આવતા નથી.