ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એંટ્રી કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ આવનારા 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. હજુ પણ અનેક જિલ્લાઓ પાણી પાણી થશે.
આ આખા ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ થવાની આગાહી છે. માહિતી મુજબ ગઇકાલે પણ રાજ્યના ઘણા વિસ્તારો પાણી પાણી થયા હતા જેમા અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત સહિતના વિસ્તારો સામેલ છે જ્યા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
આ સિવાય અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શકયતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.