પાલનપુર, ભવર મીણા: બનાસકાંઠા જિલ્લાની સરહદીય પોલીસની બાઝ નજરને સલામ છે કે જેઓની નજરથી એક પણ ગુનાહિત પ્રવૃત્તિ તળે સંકળાયેલા ઈસમો બચી શકતા નથી.અમીરગઢ પોલીસદ્ વારા ગતરોજ બેગ્લોરમાં ગુનો કરી ફરાર થયેલા ઈસમને પકડી પડતા તેઓની કામગીરીને બેગ્લોર પોલીસ પણ બિરદાવ્યા વગર રહી શકી ન હતી. ત્યાં તો ગુજરાત પારસિંગના વાહનમાં દારૂનો જથ્થો ગુજરાતમાં લઇ જતા એક ઈસમને પકડી વધુ એક ઉમદા ભર્યું કાર્ય કર્યું છે.
બનાસકાંઠાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ રાજ્યની મહત્વની ચેકપોસ્ટ માનવામાં આવે છે.ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ માદક પદાર્થ સાથે પાર કરવી મુશ્કેલ બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. અમીરગઢ પીએસઆઇ એમ.કે.ઝાલા એ જણાવ્યું હતું કે, સોમવારની રાત્રીના સમય પોલીસ ટીમ સાથે પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે સમય રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવતી ગુજરાત પારસિંગના ટ્રકને રોકાવી તલાશી લેતા ટ્રકમાં પ્રથમ દ્રષ્ટિએ ઘઉં ભરેલા જણાઈ આવ્યા હતા.
પરંતુ પોલીસને શંકા જતા તેઓએ ટ્રકની ઝીણવટ ભરી ચકાસણી કરતા ઘઉંની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અમીરગઢ પોલીસે કિંમત રૂપિયા 35,28,000ની દારૂ પેટી નંગ 490 સાથે કુલ રૂપિયા 43,32,500ના મુદ્દામાલ સાથે ગાંધીનગર જિલ્લાના પાટનાકુવા ગામના અજિત અમરતભાઈ બારોટને પકડી દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશા માં તપાસ હાથ ધરી છે.