પાલનપુર: બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં જુદી જુદી ત્રણ ઘટનાઓ બનવા પામી છે જેમાં ચાર લોકોના મોત થયા છે તમામ બનાવ પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમીરગઢ નજીકથી પસાર થતી રેલવે ટ્રેક પર પાટણની યુવતી અને મહેસાણાના યુવકે ગત મોડી રાત્રે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા રાત્રીના સમય પોલીસ દોડતી થઈ ગઈ હતી જ્યારે આ ઘટનામાં પોસ્ટમોર્ટમ થાય તે પહેલાં અમીરગઢ તાલુકાના રબારીયા ગામમાં એક આદિવાસી યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગયો હતો.
જોકે મૃતક આદિવાસી હોઈ પોલીસે બનાવની ગંભીરતા ને લઈ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. ત્યાં તો જોરપુરા ગામ નજીક એક રીક્ષા નો અકસ્માત સર્જાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમીરગઢ તાલુકા માટે બુધવાર આકરો સાબિત થયો હોય તેમ પોલીસ એક ઘટનાની કાર્યવાહી પૂર્ણ કરે તે પહેલાં અન્ય ઘટનાના સમાચારો સાથે ફોન રણકતા પોલીસની દોડધામ વધી ગઈ હતી.આમ અમીરગઢ તાલુકા માં જુદી જુદી ત્રણ ઘટના ઓ માં ચાર લોકો ના મોત થતા તાલુકામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.જ્યારે પોલીસે તમામ મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવવાની તજવીજ હાથ ધરી હતી