Gujarat News : દેશને વિકાસનો પંથ લાવનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) આજે વધુ એક વખત ગુજરાતના (gujarat) મહેમાન બની રહ્યા છે. આજે મોડીરાત્રે કેન્દ્રીય ગૃહમંત્રીનું ગુજરાત આગમન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. અમિત શાહ આવતીકાલે સરખેજના ઓકાફ (Sarakhēja ōkāpha) તળાવના નવીનીકરણ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જ્યારે ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોના પણ શ્રી ગણેશ કરશે.
ગાંધીનગર અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
તે જ રીતે જગતપુર ગામ તળાવના નવીનીકરણ કાર્યો અને ત્રાગડ ગામના નવનિર્મિત તળાવનું લોકાર્પણ પણ કરવામાં આવશે, તો ત્રાગડ ગામમાં નવનિર્મિત લલિતા ગોવિંદ ઉધાનનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવશે. અમિત શાહના આગમનને પગલે સ્થાનિક તંત્ર કામગીરીમાં જોતરાયું છે.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી, ખેલાડીઓએ પહોંચતાની સાથે જ પોતાનું વલણ બદલ્યું
ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
અમિત શાહ જગતપુર ગામ તળાવના નવીનીકરણ કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે
AMC અને AUDAના વિકાસ કામોનું અમદાવાદીઓને ગૃહમંત્રીના હસ્તે ભેટ મળવા જઇ રહી છે. શાહના હસ્તે ગાંધીનગરના Niper એરપોર્ટ સ્ટેશન પાસે બપોરે 02:30 વાગ્યાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ પણ કરાશે. આમ લગભગ 1500 કરોડ રૂપિયાના ભાજપ દ્વારા કુલ સાત કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે, જે સવારે 9:45 કલાકથી શરૂઆત થશે અને બપોરે 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સંપન્ન થશે