ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માત સર્જનાર તથ્ય પટેલનો જૂનો વીડિયો વાયરલ, સિંધુ ભવન રોડ પર કાફેમાં ઘુસાડી હતી થાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ઈસ્કોન બ્રિજ ખાતે થયેલા અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. હવે તથ્ય પટેલનો નવો વીડિયો સામે આવ્યો છે. સિંધુભવન રોડ પરના મૌવે કેફે પર તથ્યએ કાર ઘુસાડી દીધી હતી તેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના 3 -7 -2023 ના રોજ બની હતી, જેના સીસીટીવી હવે સામે આવ્યા છે. કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી નહોતી. હવે આ સીસીટીવી આવ્યા બાદ તથ્ય પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ શકે છે. M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે.

તથ્ય પટેલના રિમાન્ડમાં વધુ ખુલાસા સામે આવ્યા છે. તથ્યના મિત્રો અને તથ્યને સાથે રાખીને કોને મળ્યાક્યાં ગયા કેટલી વાર રોકાયા અને ક્યાં રોડ પર ગયા હતા તેની તપાસ કરવામાં આવી છે. સમગ્ર રોડના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. તથ્ય અને તેના સાથીદારના બ્લડ રિપોર્ટમાં ડ્રગ્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એફ એસ એલ દ્વારા લાઈટનો રિપોર્ટ મંગાવવા આવ્યો છે. RTO દ્વારા જેગુઆર ગાડીનો બ્રેક રિપોર્ટ ચેક કરવામાં આવ્યો છે. સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.  લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોના નિવેદન નોંધવા માટે ટિમ મોકલવામાં આવ્યા છે. તથ્ય અને તેના મિત્રોને સાથે રાખીને નિવેદન નોંધવામાં આવ્યા છે. અકસ્માતના રૂટ પરના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવી રહ્યા છે.

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

તો બીજી તરફ  હાલમાં નેનો પોલીસ સ્ટેશનમાં વીડિયો વાયરલ મામલે ફરિયાદ નોંધવામાં આવી રહ્યું છે. લાઇસન્સ મામલે પોલીસે રીપોર્ટ તૈયાર કરી લીધો છે. લાઇસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. થાર ગાડીનો એક્સિડન્ટનો મામલો ફરીયાદ ડ્રાફ્ટ થઈ રહી છે અને ફરિયાદી દ્વારા ફરિયાદની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.


Share this Article