આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે. જોકે, હજુ પણ માવઠાનું સંકટ પૂરેપૂરું ટળ્યું નથી, કેમ કે સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આજે અહીં પડી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, જામનગર, અમરેલી, કચ્છ અને દ્વારકામાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગે કહ્યું છે.
ખેડૂતોની હાલત કફોડી
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે ફાગણ મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મરચાની સિઝન ચાલતી હોઈ મરચા સહિત અન્ય મસાલાના ભાવ પણ ગૃહીણીઓને દઝાડી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. માવઠાથી ઘઉં, કેરી, તરબૂચ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ કમોસમી વરસાદથી કેરીના પાકને પણ ખાસ્સું એવું નુકસાન થયું છે. આ બધા કુદરતી મારથી મોંઘીદાટ થયેલી તીથી પરેશાન ખેડૂત છેક ગળા સુધી આવી ગયો છે અને રાહત પેકેજની રાહ જોઈ રહ્યો છે.
સારા સમાચાર! ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે અરજી કરવી
રવિવારથી તાપમાનનો પારો ઉંચકાઈ શકે છે
રવિવારથી માવઠાની સંભાવના નહિવત્ છે. આગામી રવિવારથી તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે અને તાપમાનનો પારો ઉંચકાઈ તેવું જણાઈ રહ્યું છે. ગઈકાલે અમદાવાદ (Ahmedabad news) શહેરમાં 22.2 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ હતું, રવિવારથી અમદાવાદનું મહત્તમ તાપમાન વધીને 39 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે.