Biparjoy Cyclone Update: અત્યારે દેશભરમાં ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો માત્ર બિપરજોય તોફાન જ રહ્યો છે. દેશના ગૃહમંત્રી, દેશના સંરક્ષણ મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે જોડાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપરજોય વાવાઝોડા પર છે. કેટલાય દાયકાઓથી દેશમાં વાવાઝોડાની તબાહી જોનારા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે શું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડું તબાહી સર્જશે?
ત્યારે રાજકોટના સેવાભાવી મહિલા આશા પટેલ અને એમની સંસ્થા સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ દ્વારા પણ એક અનોખી પહેલ કરવામાં આવી છે અને લોકોને મદદ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે
સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટના સેવાભાવી લોકો દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને એમને પહોંચાડવામાં આવશે. જે પણ પ્રભાવિત ક્ષેત્રો હશે અને મદદની જરૂર હશે એવા તમામ લોકોને સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ મદદ કરશે.
આ પહેલાં પણ જ્યારથી બિપરજોયનો ખતરો ગુજરાત પર છે ત્યારથી જ આશા પટેલ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી કે જેમને પણ વાવાઝોડમાં સહાયની જરૂર હોય તેઓ મને કોલ કરીને જામ કરી શકે છે. અમે દરેક લોકોને બનતી મદદ કરશું. ત્યારે હાલમાં આશા પટેલ અને એમની સંસ્થા સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટના ગુજરાતના લોકો વખાણ કરી રહ્યા છે અને એમની આ પહેલને પણ ખૂબ બિરદાવી રહ્યાં છે.