આકાશના ડ્રગ્સ કાંડ મામલે હવે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. આકાશની ધરપકડ બાદ હવે તેના ગ્રાહકોનું લિસ્ટ સામે આવ્યુ છે જેમા સૌરાષ્ટ્ર જિલ્લાની એક માલતદાર સામેલ હોવાનુ જણાતા ખળભળાટ મચ્યો છે. આ મામલે હવે ગુજરાત એટીએસ એકશન મોડમા છે. જાણવા મળ્યુ છે કે આરોપી ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને તેમનુ રાજ્યભરમાં તેમના ૩૦૦થી વધુ ગ્રાહકોનું નેટવર્ક બનેલુ છે.
મળતી માહિતી મુજબ ગ્રાહકોના લીસ્ટમાં મામલતદારથી માંડીને મેડીકલના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ સાથે છોકરીઓનો પેડલર તરીકે ઉપયોગ થતો હોવાની વાતનો પણ ખુલાસો થયો છે જયા આરોપીઓ ડ્રગ્સના બદલામાં યુવતીઓ પાસે સેક્સ માણતા હતા. આકાશ વિશે મળતી માહિતી મુજબ તે વર્ષ ૨૦૧૯થી ડ્રગ્સની દુનિયામાં જોદાયેલો છે અને કોમ્પ્યુટર ઈજનેર છે. પોતાની આર્થિક સ્થિતિ નબળી હતી અને તેથી જ તે પૈસાની લાલચમા ડ્રગ્સ લેવા લાગ્યો, ધીમે ધીમે ડ્રગ્સ વેચવાનું પણ તેણે ચાલુ કર્યુ.
મળતી માહિતી મુજબ આકાશ ઓનલાઇન વેબસાઈટ બનાવતો અને ઓનલાઇન ડ્રગ્સનું વેચાણ કરી આંગડિયા મારફતે પૈસા લઈ લેતો. તેના પ્લાન મુજબ પ્રથમ વખત ગ્રાહક સાથે આકાશ વીંઝવા ડીલ કરતો હતો અને ત્યારબાદ બીજી વખત માલ સપ્લાય કરવાની વાતચીત આરોપી કરણ વાઘ કરતો હતો. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આકાશની એમેઝોનના બોક્સમાં કુરીયર મારફતે સપ્લાય કરતો હતો જેથી કોઈને શંકા ન જાય.