કોરોનના કારણે છેલ્લા 2 વર્ષંથી ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો રદ કરવામા આવી રહ્યો હતો.આ બાદ હવે કોરોનાનું સંક્રમણ હળવું થતાં જૂનાગઢના કલેક્ટરે આજે સવારે જૂનાગઢના કલેક્ટરે સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજીક સંસ્થાઓ સાથે બેઠક કરી હાલની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. આ બાદ મેળો યોજવાની જાહેરાત કરતા ભક્તોમા આનદનો માહોલ છે.
કોવિડ ગાઈડલાઈન સાથે આ મેળો યોજવામા આવશે. હજારો વર્ષોથી નિયમીત રીતે જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજવામાં આવી રહ્યો છે. અહી આ સમય દરમિયાન મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડે છે. આ મેળામાં નાગા બાવાનું મુખ્ય આકર્ષણ હોય છે જેના દર્શન માટે લોકો અહી આવે છે.