વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના CEO સાથે બેઠક યોજી

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Gujarat:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અતંર્ગત નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત સહિત વિશ્વની ‘બ્લુ ઇકોનોમી’માં યોગદાન આપવામાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે.

સીઈઓ શ્રી કીથ સ્વેન્ડસેને મીટિંગ દરમિયાન પીપાવાવ પોર્ટ ખાતે કંપનીની કામગીરીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી. તેમણે APM ટર્મિનલ્સે 1998માં ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ તરીકે ભારતના પ્રથમ ખાનગી બંદરની નોંધણી કરીને ગુજરાતમાં પ્રથમ સ્થાપના કરી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ક્રૂડ ઓઈલના ભાવ એક મહિનામાં સૌથી વધુ કેમ ઘટ્યા? પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે? જાણો ઈનસાઈડ સ્ટોરી

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક

વાઇબ્રન્ટ સમિટને લઈ GTUના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, રાજ્યની ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરીએ કર્યો આ આદેશ, જાણો

મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા.


Share this Article