મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સુધારા પર છે. અમદાવાદ બાદ અનુજ પટેલને મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. હાલ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ અનુજ પટેલની સારવાર ચાલી રહી છે.
તા. 30 એપ્રિલનાં રોજ ભુપેન્દ્ર દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો.જે બાદ તેમને પેહલા સારવાર અર્થે કે.ડી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મુંબઈથી આવેલ ન્યુરો સર્જન દ્વારા તેઓની સર્જરી કરવામાં આવી હતી.
સોના ચાંદીનો ભાવ સૌથી હાઈ રેકોર્ડ પર, ભાવમાં તોતિંગ વધારો થતાં લોકોની બૂમ પડી ગઈ, જાણો નવો ભાવ
ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ તારીખથી માવઠું બંધ થઈ જશે, ખેડૂતો માટે સૌથી મોટી રાહત
કોણે કીધું અદાણી પાસે પૈસા નથી, ખરીદી આટલી મોંઘીદાટ નવી નકોર કાર, આપણે તો આજીવન બેઠા બેઠા ખાઈ લઈએ
આ સર્જરી બે કલાકથી વધુ સમય ચાલી હતી. ત્યારબાદ અનુજ પટેલને બીજા દિવસે એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તેઓની હાલત હાલ સુધારા પર છે.