Gujarat news: ધાનેરા તાલુકો સંપૂર્ણ ખેતી પ્રધાન વિસ્તાર છે. બિપરજોય વાવાઝોડાને ત્રણ મહિના કરતા વધુ સમય થઈ ગયો છે છતાં સરકાર તરફથી કોઈ સહાય મળી નથી અને ખેડૂતો માટે સંવેદનશીલતા દેખાડવાના બદલે અસંવેદનશીલતા દેખાડી છે એટલે કે સરકાર ખેડૂતુ વિરોધી છે તે પૂરવાર થાય છે એ મુદ્દાને લઈને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે,બિપરજોય વાવાઝોડાના કરણે ધાનેરા વિસ્તારના ગામો ખૂબ જ પ્રભાવિત થયા હતા તેના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસના થયું હતું તેના અનુસંધાને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી હતી પણ હજી સુધી સહાયની રકમ આપવામાં આવી હતી, તો સરકાર આ બાબતે ખેડૂતોના હિતમાં નિર્ણંય કરવામાં આવે અને ભયંકર નુકસાન વાવાઝોડામાં થયું છે તેનું વળતર પેટે જે સહાય જાહેર કરવામાં આવી હતી તે ખેડૂતોને વહેલામાં વહેલી તકે તેમના ખાતામાં મળી જાય તે અંગે સરકાર આ ગંભીર બાબતને ધ્યાન લે અને ખેડૂતોના ખાતામાં સહાય આવે તે વિશે રજૂઆત કરવામાં આવી હતી
વધુમાં યુવા પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મુકેશ આંજણાએ કહ્યું હતું કે ,સરકાર પોતાના તાયફામાંથી બહાર આવતી નથી જાણે સત્તાના મંદહોશ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યાં છે. ગુજરાત જનતા માટે સંવેદશીલતા દેખાડવા બદલ સરકાર નિષ્ઠૂર થઈ રહી છે. વાવાઝોડું આવ્યું ત્યારે ” ફોટો પોલિટિક્સ” કરીને સત્તાધીશો જતા રહ્યા પણ કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ નથી તેના કારણે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા પણ પરેશાન થઈ રહી છે.
બિપરજોયા વાવાઝોડા વાવાઝોડા વખતે સૌથી વધુ પ્રભાવિત ગામ જડીયા ત્રણ રસ્તાથી ભાટીબ ગામ સુધીના પાકા ડામરના રસ્તા ઉપર બીજી બાજુ બાવળ છે ખૂબ જ રસ્તો સાંકડો બની ગયેલ છે તેમજ એ રસ્તો પર જડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજે 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ રોજ અપડાઉ સાયકલ ચલાવી તેમજ પોતાનું ટુ વહીલર સાધન લઈને અભ્યાસ કરવા માટે જાય છે ત્યારે સામે કોઈ સાધન આવે ત્યારે સાઈડ આપવા ખૂબ જ મોટી તકલીફ થશે થાય છે અને અકસ્માત થવાનો પણ ભય છે રહે છે.
વાવાઝોડું આવ્યું તે સમયે રાજસ્થાનમાંથી પાણી આવવાના લીધે ભાટીબ અને જડીયા ગામ સુધીનો ડામરનો રોડ તૂટી ગયો છે તેમજ રોડની આજુબાજુ પાંચ ફૂટ કરતા વધુ ખાડા પડેલ છે તેની હજી સુધી મરામત થઈ નથી તેના લીધે રહાદારીઓ ચાલવા માટે હાલકી વેઠવી પડે છે. સાથે સાથે રસ્તા પર રેતી પડી હોવાથી કેટલાય અપડાઉ કરતા વિદ્યાર્થીઓને પોતાનું વેહિકલ (સાધન) ચલાવતી વખતે પડી જવાની સંભવનાં રહે છે તેના લીધે અકસ્માત થવાની પૂરી શક્યતા રહેલી ઝડપભેર રસ્તાઓને રિપેર કરવમાં આવે જેથી કરીને અકસ્માતો ટાળી શકાય અને વિદ્યાર્થીઓ પડતી તકલીફો દૂર કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવમાં આવી હતી.
તો શું હવે કેનેડા આવવા અને જવા પર જ પ્રતિબંધ લાગી ગયો? અહીં જાણો તમને મુંઝવતા દરેક પ્રશ્નનો જવાબ
જસ્ટિન ટ્રુડો પર ભારતીય દબાણની અસર દેખાઈ, હિન્દુઓ વિશે કહી દીધી આ મોટી વાત, આખી દુનિયામાં ચર્ચા
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું વલણ ઢીલું થઈ ગયું, ભારતને ‘મહત્વનો ઊભરતો દેશ’ ગણાવી બે મોઢે વખાણ કર્યાં!
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જેસુંગભાઈ ચૌધરી, યુવા કોંગ્રેસના જિલ્લા મહામંત્રી પ્રવીણસિંહ સોલંકિ, જિલ્લા યુથ કોંગ્રેસના નાં કોડીનેટર સાજીદ મલેક ,NSUI પ્રમુખ જયેન્દ્રસિંગ દેવડાં, યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવકરણ ચૌધરી અને ખેડૂતો મોટી સંખ્યામાં આવેનદનપત્ર આપવા માટે જોડાયા હતા.