ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ હવે મહિનાઓ સુધી પરિણામની રાહ નહિ જોવી પડે, જાણો વધુ

Desk Editor
By Desk Editor
Share this Article

બોર્ડની પરીક્ષા 11માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે અને બોર્ડના વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે

ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. ધોરણ 10-12ની બોર્ડ (Gujarat Board)ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે ત્યારે હવે બોર્ડના પરિણામને લઈને મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોના અહેવાલ અનુસાર આ વર્ષે બોર્ડનુ પરિણામ એક મહિના પહેલા જાહેર થઈ શકે છે.

માર્ચમાં બોર્ડની પરીક્ષા શરુ થશે

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે પરીક્ષાનું પરિણામ એક મહિના પહેલા એટલે કે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી છે. બોર્ડના વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે.

વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે

T20 World Cup 2024 માટે BCCI સેક્રેટરી જય શાહે કરી સ્પષ્ટતા, રોહિત શર્મા ભારતનું કરશે નેતૃત્વ, જાણો સમગ્ર વિગત

સૈનિકના પુત્રનું ટેસ્ટમાં ડેબ્યૂ, ઈંગ્લેન્ડ સામે પ્લેઈંગ ઈલેવનમાં 23 વર્ષનો યુવક સામેલ, ‘ટ્રિપલ સેન્ચુરી’ ફટકારનાર આઉટ

“જલવા હૈ અદાણી કા” અદાણી બાદ આ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ વેદાંતને કરશે ટેકઓવર, અબજ ડોલરની ડીલ પર વાતચીત ચાલું!

આ ઉપરાંત ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.


Share this Article