વિધાનસભામાં નાણા પ્રધાન કનુ દેસાઈએ પોતાની બેગ ખોલી છે અને હવે બજેટ રજુ કરવાનું શરૂ કર્યું છે. કનુ દેસાઈએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. 2023 – 24માં 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ ગૃહમાં રજૂ કરવામાં આવી રહ્યું છે.
કનુભાઇ દેસાઇએ કાસયાત્રાના પાંચ સ્તંભ પર સરકાર આગળ વધી રહી છે એવું કહીને પોતાની બેગમાંથી બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું હતું. ગરીબ અને સામાજિક વર્ગને સુવિધા અને સુરક્ષા આપવાનો અમારો પ્રથમ સ્તંભ છે એવું પણ રહ્યું. દેશના જીડીપીમાં ગુજરાતનો 8.36 ટકાનો ફાળો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું બજેટ છે.
-સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઇ
– આદિજાતી વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ
– શ્રમ અને કૌશલ્ય વિભાગ માટે 2538 કરોડની જોગવાઈ
– શિક્ષણ માટે 43, 651 કરોડની જોગવાઈ
– કૃષિ વિભાગ માટે 21, 605 કરોડની જોગવાઈ
– કચ્છ નહેરના બાકી કામો 1085 કરોડની જોગવાઇ
-પાંચ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે અંદાજે 8000 કરોડનો ખર્ચ કરાશે. સફેદ રણ, ધોળાવીરા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો છે.
– દ્વારકા ખાતે નવું એરપોર્ટ બનાવાશે
– મહિલા અને બાળ વિકાસ માટે 6064 કરોડની જોગવાઈ
– નવી SRP મહિલા બટાલિયન ઉભી કરાશે
– સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઇ
– આદિજાતી વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ
– શ્રમ અને કૌશલ્ય વિભાગ માટે 2538 કરોડની જોગવાઈ
– પાલક માતા પિતા યોજના હેળશ 72 કરોડની જોગવાઇ
– ચોથો સ્તંભ: કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 ર્ષમાં 2 લાખ કરોડ
– દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠશ 7 કરોડની જોગવાઇ
– શિક્ષણ માટે 43, 651 કરોડની જોગવાઈ
– અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ 2165 કરોડની જોગવાઈ
– રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 568 કરોડ
– પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10, 743 કરોડ
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15, 182 કરોડની જોગવાઈ- ગૃહ વિભાગ માટે 8574 કરોડની જોગવાઈ
– 15મી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ પ્રચંડ જનાદેશ આપ્યો છે
– મુખ્યમંત્રી આદિજાતી યોજના, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના, સરહદ વિસ્તારના વિકાસ માટે પરિક્રમા પથ યોજનાની જાહેરાત
આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત બજેટનો ઈતિહાસ જોઈએ તો ગુજરાત બેજટના કદમાં ઉત્તરોતર વધારો જ થયો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 લાખનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 લાખનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેનું કદ 2.50 લાખને વટાવી શકે છે. હવે આ વખતે પણ બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો મળે એવી સૌ કોઈને અપેક્ષા છે.
વિધાનસભામાં મોરબી બ્રિજ દુર્ઘટના કેસનો મુદ્દો ઉછળ્યો હતો. મોરબી દુર્ઘટના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. જેનો સરકારે વિધાનસભામાં ફ્લોરમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં પુલ દુર્ઘટનાનો 1 બનાવ સામે આવ્યો છે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં 10 આરોપીની ધરપકડ કરાઈ છે.