Gujarat News: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી મોટી હોનારત સર્જાઇ છે.શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં હરણી તળાવમાં બોટ પલટી જતાં 14ના મોત થયા છે. જેમાં 12માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, “હોડીની ક્ષમતા દસથી 12 બાળકની જ હતી. આમ છતાં તેમણે 25થી વધુ લોકોને એક હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો છે.”
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
- બીનીત કોટીયા
- હિતેષ કોટીયા
- ગોપાલદાસ શાહ
- વત્સલ શાહ
- દિપેન શાહ
- ધર્મીલ શાહ
- રશ્મિકાંત સી. પ્રજાપતિ
- જતીનકુમાર હરીલાલ દોશી
- નેહા ડી.દોશી
- તેજલ આશિષકુમાર દોશી
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
- ભીમસિંગ કુડિયારામ યાદવ
- વૈદપ્રકાશ યાદવ
- ધર્મીન ભટાણી
- નુતનબેન પી.શાહ
- વૈશાખીબેન પી.શાહ
- શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેકઝોન
- અંકિત, બોટ ઓપરેટર