Gujarat Weather: શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતોને ચિંતા વધારતી કમોસમી આગાહીને લઈ પાક નુકસાનીના ફરી વાદળો ઘેરાયાં હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પૂર્વીય અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લીધે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ માટે તાપમાનમાં મોટો ફેરફાર થશે નહીં. ત્યારબાદ ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.
જાણો કયા કયા જિલ્લાઓમાં પડશે વરસાદ
ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે.
Bullet Train: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેનને લઈને મોટું અપડેટ, સરકારે આ કામ 100 ટકા કર્યું પૂર્ણ, જાણો ક્યારે થશે શરૂ?
લક્ષદ્વીપમાં PM મોદીની મુલાકાત બાદ પ્રવાસીઓનું આવ્યું ઘોડાપૂર, ઓનલાઈન બુકિંગ થઈ ફુલ, જાણો સમગ્ર વિગત
PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવના મંત્રીની પોસ્ટ પર વિવાદ, ટ્રેન્ડ થયું #BoycottMaldivesc
આ સાથે ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જ્યારે આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે જેના કારણે ઠંડી ઘટશે