ચોટીલામાં ચામુંડા મંદિર રોપ-વે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
ચોટીલામાં ચામુંડા મંદિર રોપ-વે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં મંદિર ટ્રસ્ટ, સરકાર અને પ્રમોટર્સની દલીલોએ કરી હતી. સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં કરી દલીલો કરી હતી. ત્યારે એડવોકેટ જનરલે દલીલ કરતા કહ્યું હતું કે, રોપ-વે માટે ટ્રસ્ટની જમીનનો ઉપયોગ નહીં કરાય. તેમજ રોપ-વેનો લેન્ડિંગ પોઈન્ટ ગવર્મેન્ટ રિઝર્વ ફોરેસ્ટમાં છે. રોપ-વેના ઉપયોગ માટે રૂપિયા 1૦૦ અને 130નો ચાર્જ નક્કી કરાયો છે. ત્યારે બીજી તરફ મંદિર ટ્રસ્ટે ટેન્ડરિંગ પ્રક્રિયા અને ટેકનોલોજી સામે સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર સિવાય કોઈ પાસે રોપ-વેનો અનુભવ નથી. બિનઅનુભવી લોકોને રોપ-વેનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો.
પદયાત્રીઓનું સેવાભાવી લોકો ધ્યાન રાખી રહ્યા છે
વિશ્વની સૌથી મોંઘી કેરી, 1 કિલોના ભાવમાં 4 તોલા સોનું આવી જાય! 1 પીસ ખરીદવા માટે પણ પરસેવો પડી જશે
ઝાલાવાડ વાસીઓ દ્વારા સુરેન્દ્રનગરના માર્ગો પર પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ખોલ્યા છે. ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શને હજારો પદ યાત્રીઓ જઈ રહ્યા છે. ગુજરાત ભરમાંથી ચોટીલા જવા નીકળેલા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પોમાં નાસ્તા પાણી ભોજન સહીત મેડિકલ સુવિધા સહીત કેમ્પો યાત્રાળુઓથી ધમધમી ઉઠ્યા. ચોટીલા ડુંગરે માતા ચામુંડાના બેસણા પદયાત્રીકોની સેવામાં અનેક લોકોએ જોડાયા. પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેનું સેવાભાવીઓ ધ્યાન રાખી રહ્યા છે.