BREAKING: જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત, CMએ જાહેર કરી સહાય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા દટાયેલા ચાર લોકોના મોત નિપજ્યા. મૃતકોના પરિવાર ને 4 લાખની સહાયની જાહેરાત કરાઇ. આ મકાન શાક માર્કેટની નજીક આવેલુ હોવાથી ભીડ જામતી હતી. શાકભાજી લેવા નિકળેલા એક પરિવારના 3 સભ્યોના જીવ જતાં સગા આક્રંદ કરતા દેખાયા. આ ઘટનાને લઈ CMએ મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી.

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક હોવાથી કેટલાક લોકો અંદર દટાયા હતા. જેમાં કાટમાળ નીચે દટાયેલા 4 વ્યક્તિનાં મોત થયાં છે, જે તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત થયા છે. રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી થતા જીવ ગુમાવ્યાં હતા. પોલીસતંત્ર અને લોકો દ્વારા કલાકોથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ઘટનાને લઈ CMએ મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી.

વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર  1000 વર્ષથી પાયા વગર ઊભું છે.

2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??

‘મારો કેસ સીમા હૈદર જેવો નથી, હું 2 દિવસમાં પરત આવીશ’, પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુ સાથે વાતચીતમાં ખુલાસો

ઘટના સ્થળેથી 4 લોકોનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. 2 બાળકો અને 2 પુરુષોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસતંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં શાક માર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે.


Share this Article