ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવ્યાના સમાચાર સામે આવ્યા છે. બ્રેઇન સ્ટોક આવતા અનુજ પટેલને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાપ્ત વિગતો મુજબ અનુજ પટેલનું 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને કે.ડી. હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે. તમને જણાવીએ કે ઓપરેશન બાદ હાલ અનુજ પટેલની સ્થિતિ સુધારા પર છે. અનુજ પટેલ બ્રેઈન સ્ટોક થતાં તાત્કાલીક સારવાર માટે 2.45 વાગે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની સર્જરી કરવામાં આવી છે તેમજ હાલ તેમની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે તેમ કેડી હોસ્પિટલે જણાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે હાઈ બ્લડ પ્રેશરની તકલીફને કારણે અનુજ પટેલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કે.ડી.હોસ્પિટલે પહોંચ્યા છે.
અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી આખું રાજ્ય ફફડી ગયું, 8 મેના રોજ ગુજરાતમાં આવશે ખતરનાક આંધી
અનુજ પટેલને બ્રેઈન સ્ટોક આવતા ઓપરેશન કરાયું છે જેને લઈ તેમને બે દિવસ હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ તેમને 2 દિવસ સુધી ડોક્ટરોના દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જો કે, તમને જણાવી દઈએ કે આ બાબતનું હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી