શ્રવણ પરમાર, થરાદ: નાના કર્મચારીઓની મોટી ભૂલોને મોટા અધિકારીઓ છાવરતા હોય તેમ વધુ એક આરોગ્ય તંત્ર ને બહાર આવતા ચકચાર મચી ગઇ છે.જેમાં નવ માસ અગાઉ મૃત પામેલ વ્યક્તિ ને વેકશીન આપી હોવા નો મેસેજ આવતા લોકો ચોકી ઉઠ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ ના અનેક છબરડા ઓ અવારનવાર ચર્ચાસ્પદ બન્યા છે.તેમ છતાં ઉચ્ચ ખુરશીઓ પર બેઠેલા અધિકારીઓ સબ સલામત ના ગાણા ગઈ રહ્યા છે.
લાખણી તાલુકાના મડાલ ગામના આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા પંચાયત ના સદસ્ય ના માતૃ શ્રી ને વેકશીન આપ્યા નો મેસેજ આવતા પરિજનો ચોકી ઊઠ્યા હતા જોકે એ માતૃ શ્રી નું અવસાન અંદાજે 9 માસ અગાઉ થયું હતું.જેને તંત્ર એ કઈ રીતે વેકશીન આપ્યું તે એક સવાલ બની ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે,જિલ્લામાં આરોગ્ય વિભાગ ના કેટલાક સરકારી બાબુઓ ફરજ માં બેદરકારી દાખવતા હોવાનું પુરવાર થાય છે.તો વળી કેટલાક કર્મચારીઓ ટેબલ પર બેઠા બેઠા ઉચ્ચતરે થી મળેલી કામગીરી ને પૂર્ણ કરતા હોવાનો આક્ષેપ પ્રજા કરે છે.આવા આળસુ અને કામ ચોર કર્મચારીઓ સામે અધિકારીઓ લાલ આંખ કરે તેવી પ્રજા માંગ ઉઠી છે.