ભારતમાં ચમત્કાર ઘણા જોવા મળે છે. ત્યારે હાલમાં ગુજરાતનો પણ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાય આપ મેળે દુધ આપી રહી છે. આ વાત છે નખત્રાણા તાલુકાના ભડલી ગામની કે જ્યાં એક ગાય જાણે ભગવાન શિવની શ્રાવણ માસમાં પૂજા કરવા આવતી હોય એમ મંદિરની સામે જોઈને દરરોજ આપમેળે દૂધની ધારા વહાવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે પ્રવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી ગાય રોજ સવારે મંદિર સામે આવી દૂધની ધારા કરે છે. આ દુધને મંદિરના પૂજારી એક પાત્રમાં ઝીલી શિવલિંગ પર અભિષેક કરી દે છે. આ ઘટના જ્યારથી વાયરલ થઈ છે ત્યારથી જ ગામના ભાવિકો અચરજ સાથે ગાયની ભક્તિ જોવા ઉમટી રહ્યા છે. ભડલીના પૌરાણિક ભીડભંજન શિવ મંદિર ખાતે આ વિરલ ઘટના ઘટી રહી હોવાનું સામે આવ્યું છે. લોકો પણ હવે આ ગાય ભોળાનાથની આરાધના કરવા આવતી હોવાનું માંની રહ્યા છે. આ વિશે ભડલી ગામના લોકોએ પણ હવે બીજા ગામમાં વાતો કરવાનું શરૂ કરી દીધું છે અને આખા ગુજરાતમાં કિસ્સો હવે ચર્ચાઈ રહ્યો છે.
જાયેંદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ વખતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગાય કોઇજ દોરીસંચાર વિના સીધી શિવ મંદિર સંકુલમાં આવી જાય. આવીને મંદિર સન્મુખ ઉભી રહી જાય. પછી જોતજોતામાં જ આપમેળે દૂધની ધારા વહાવે છે. વિરલ કહી શકાય એવી આ ઘટના પ્રતિદિન ચાલુ રહેતા હવે મંદિરના પૂજારી ગાયના આંચળ નીચે પાત્ર રાખી દૂધને ભરી લે છે અને બાદમાં મંદિર અંદર શિવલિંગ પર અભિષેક કરે છે. મંદિરમાં અનશન વ્રતપર બેઠેલા રવીગીરી બાવાજી અને સેવક ખીમજી ભગત, પ્રેમસંગ સોઢા, ગુલામ મકવાણા સહિતના ભાવિકો આ ક્રિયામાં લોકો દ્વારા ખલેલ ના પડે તે રીતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.