ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ બધાના જીવ તાળવે ચોંટ્યા, બંદરો પર ઠેર ઠેર 9 નંબરના ડેન્જર સિગ્નલો લગાવાયા

Desk Editor
By Desk Editor
storm
Share this Article

Biporjoy cyclone : ભયંકર બિપોરજોય વાવાઝોડું ઉત્તર તરફ આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. ગુજરાતનાં  કેટલાક જિલ્લાઓમાં  9 નંબરનું  ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરનાં બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.જ્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું  છે.

એટલું જ નહી રાજુલામાં 9 ગામો એલર્ટ મૂકવામાં આવ્યો છે જ્યારે કચ્છના દરિયાઇ વિસ્તારમાં 144 લાગુ કરાઈ છે. NDRFની વધુ 2 ટીમો ગુજરાત આવી છે. અત્યારે કચ્છ,જામનગર અને દ્વારકામા SDRF,NDRFની 2-2 ટીમ જ્યારે ગીરસોમનાથ,જૂનાગઢ,મોરબી,પોરબંદરમાં SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરાઈ છે.


Share this Article