“દાદા દાદીના ઓટલો”માં એક નવતર પ્રયોગ, યુવા કાર્યવાહક શોહેબે 160થી વધુ બાળકોને કરાવ્યો વિમાનનો અનોખો અભ્યાસ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગઈ કાલે સવારે અમદાવાદના વાસણા પ્રજાપતિ ગાર્ડનમાં “દાદા દાદીના ઓટલો”માં એક નવતર પ્રયોગ કરવામા આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં બાળકોએ પ્રાર્થના કરી.

આ બાદ દાદીમાએ આ માસના તહેવાર ઉતરાયણ,પ્રજાસત્તાક દિનની તથા વિવેકાનંદ જયંતીના તહેવારની વાત કરી, સ્વામી વિવકાનંદના જીવનના પ્રસંગો પણ બાળકોને સંભળાવ્યા. આ બાદ “એરો મોડેલીંગ”ના એક નવા વિષય સાથેનો પરિચય યુવા કાર્યવાહક શોહેબે કરાવ્યો.

૧૬૦થી વધુ સંખ્યામાં આવેલ બાળકો લગ્નમાં થતી ડ્રોન ફોટોગ્રાફીથી પરિચિત હતા. ભાઈ શોહેબે અલગ અલગ વિમાનના મોડેલ બતાવ્યા હતા.એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે અને એના વિષેની ટેકનિકલ માહિતી સરળતાથી આપી હતી.

વાર્તા,ગીતો,જોડકણાં અને રમતો જેવી વિવિધ પ્રવૃત્તિઓ દાદા દાદી થકી અમારા ઓટલમાં થાય જ છે,પરંતુ આજની પ્રવૃત્તિ વિશેષ કહી શકાય તેવી હતી. અંતે બાળકો પાસે જ રાષ્ટ્રગીત ગવડાવી સીંગતલની ચીકી અને નાસ્તો આપી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

 

 


Share this Article