નજીવી વાતોને લઈને આજે આપઘાતના કિસ્સાઓ પ્રકાશમા આવી રહ્યા છે. ક્યારેક પુખ્ત્વયના લોકો આવો પગલુ ભરી બેસે છે તો ઘણી વખત બાળકો જીદ પૂરી ન થતા આપધાત કર્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટની દેવાંશી સરવૈયાએ આપધાત કરી લેતા પરિવારમા શોક છવાયો છે. દેવાંશી સરવૈયા ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી.
બિમારીથી કંટાળીને આપઘાત કરી લીધો
દેવાંશી સાધુ વાસવાણી રોડ નજીકની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી પણ તેણે બિમારીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. તેણે એક સુસાઈડ નોટ પણ લખી છે. આ સુસાઇડ નોટમા દેવાંશીએ જીવન ટુંકાવવાનુ કારણ પણ લખ્યુ છે.
સુસાઇડ નોટમા દેવાંશીએ લખ્યુ જીવન ટુંકાવવાનુ કારણ
દેવાંશીએ લખ્યુ છે પપ્પા સોરી મને માફ કરી દેજો ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો..ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે…મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું બોવ દુ;ખે છે. આ સાથે તેણે ‘ Good bye and sorry’ લખ્યુ છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને દેવાંશીની સુસાઇડ નોટ મળી આવી હતી.