બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે સાંજે વડોદરા પહોંચ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે વડોદરામાં નવનિર્મિત શ્રી મહેન્દીપુર બાલાજીધામ ખાતે હનુમાનજીની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. ઓ જ્યારે બાલાજીધામ ખાતે પહોંચ્યા ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેથી પોલીસે ભક્તોને મહામુશ્કેલીથી કંટ્રોલ કર્યા હતા.
આજે ધીરેન્દ્ર શાસ્ત્રી વાઘોડિયા રોડ ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થતિ રહ્યા હતા. બાબા બાગેશ્વરના હસ્તે હનુમાનજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તકે લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. હનુમાનજીની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ભક્તો માટે વિશેષ ડોમ તૈયાર કરાયો હતો.
આ ઉપરાંત પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. રેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંદિરમાં પહોંચ્યા એ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી મૂકી હતી.
આ પણ વાંચો
આખરે તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ, યૌન શોષણના આરોપમાં થશે મોટા ધડાકા
ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈકાલે સાંજે વડોદરા આવી પહોંચ્યા હતા. તેઓ વડોદરા આવવાના છે, તેવી કોઈને પણ જાણ નહોતી. તો બીજી બાજુ એકાએક વડોદરામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થતાં શ્રદ્ધાળુઓ ચોંકી ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો પંડાલમાં પહોંચી ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ‘મારા પાગલો’ કહીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે નાનકડી બાળકીને પોતાના ખોળામાં લઈને વહાલકર્યું હતું.