દિવસેને દિવસે રખડતા ઢોર પછી રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે રાજકોટમાં આશરે 8 થી 10,000 લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા છે. મનપા એનિમલ કંટ્રોલ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં શ્વાનની સંખ્યામાં વધારો ન થાય તે માટે અમારી ખસીકરણની કામગીરી ચાલુ જ હોય છે.
દર વર્ષે 10 થી 12 હજાર શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળામાં ડોગ બાઇટનું પ્રમાણ વધી જતું હોય છે. 2008 થી 2023 સુધી માં 76000 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ વર્ષમાં 30,000 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે 20,000 શ્વાનને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. 2016-17માં વાર્ષિક 13,000 કૂતરા કરડવાના બનાવ બન્યા હતા. જેમાં હવે ઘટાડો થયો છે.
સરકારનો મોટો નિર્ણય, હવે બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 10 લાખની સહાય, સીધા ખાતામાં જ જમા થઈ જશે
હાલમાં દર વર્ષે આશરે આઠથી દસ હજાર લોકોને કૂતરા કરડવાના કેસ નોંધાય છે. શ્વાનને રસીકરણ, ખસીકરણ અને ડોગ ફ્રેન્ડલી કામગીરી માટે અંદાજિત મનપાને 90 લાખથી એક કરોડનો ખર્ચ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના 20 લોકોનો સ્ટાફ કામગીરી કરે છે. એનિમલ વેલ્ફેર સંસ્થાને મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ રસીકરણ અને ખસીકરણની કામગીરી આપવામાં આવે.રાજકોટમાં 800 થી 1000 લોકોને દર મહિને કૂતરા કરડે છે. 2016-17 માં વાર્ષિક 13,000 લોકોને કૂતરા કરડ્યા. હાલમાં આઠથી દસ હજાર ડોગ બાઈટ દર વર્ષે નોંધાય છે.