હવામાન વિભાગની નવી આગાહીથી ખુશીનું મોજુ ફરી વળ્યુ, ગુજરાતના આટલા જિલ્લાઓ થશે જળબંબાકાર, જાણો ક્યાં કેટલો ખાબકશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જન્માષ્ટમીથી વરસાદ ગુજરાતમાં(gujarat) ક્યાંક ક્યાંક જોવા મળ્યો છે. પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી છે. આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાતોએ (Weather experts) ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતાં રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા 

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની સાંજથી ગુજરાતમાં ઠેર ઠેર હ‍ળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડતાં લોકો ખુશખુશાલ બની ગયા હતા. આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ ખેંચાતાં રાજ્યના ડેમના પાણી પણ સુકાઈ ગયા છે. રાજકોટ જેવા શહેરમાં આગામી ઉનાળામાં પાણીની તીવ્ર ખેંચ પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આવા વિષમ સંજોગોમાં ગઈ કાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી.

 

દાહોદના ફતેપુરા, ડાંગના આહવા અને તાપીના કુકરમુંડા એમ ત્રણ તાલુકામાં જ માત્ર ઝરમર વરસાદ પડ્યો હતો. આમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ ગાયબ રહેતા લોકો ફરી ચિંતાતુર બન્યા છે. ખાસ તો જગતનો તાત ભારે કફોડી હાલતમાં મુકાયો છે. એક તો ખેડૂતો મોંઘાં બિયારણ સહિતની વસ્તુઓના ભાવવધારાથી પાકનું વાવેતર મોંઘું બન્યું હોવાની ગંભીર ફરિયાદો કરતા રહ્યા છે. તેવા સંજોગોમાં વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી તેમની કાળી મજૂરી ઉપર પણ પાણી ફરી રહ્યું છે.

 

આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ  થવાની શક્યતા

સ્થાનિક હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે, જ્યારે આજે અને આવતી કાલે સુરતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ૧૩ સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે.

14 અને 15 સપ્ટેમ્બરે દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઃ હવામાન વિભાગ

હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. ૧૬ સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

 

 

૧૩ સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છેઃ હવામાન વિભાગ

કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ ૧૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે.  ૧૩ સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે, બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

 

આ વખતે અંબાજી મેળો વિશ્ર્વ લેવલે ચમકશે, ચારેકોર જોવા મળશે માતાજીનો જગમગાટ, દિવ્ય અને અદભૂત લાઈટિંગ શો સૌને આકર્ષશે

Breaking: અમદાવાદને નવા મેયર મળી ગયા, જાણો કોણ છે આ મહીલા, કમિટીના સભ્યો અને હોદ્દેદારો તરીકે આ નેતાઓની વરણી

હવામાન વિભાગની નવી આગાહી, આ અઠવાડિયે ગુજરાતમાં આવો રહેશે વરસાદ, જાણો મેઘરાજા ક્યાં બેટિંગ કરશે?

 

ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. નવરાત્રીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

 

 


Share this Article