સમગ્ર રાજ્યના વાતાવરણમા ફરી એકવાર ઠડક પ્રસરી છે. મેધમ્મહેર ફરી એકવાર જોવા મળી રહી છે. આજે વડોદરા શહેરમાં સવારથી હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. નોંધપાત્ર વાત એ છે કે થોડા દિવસોના વિરામ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે શહેરીજનોને અસહ્ય તણાવમાંથી મુક્તિ મળી છે. હાલમાં રાવપુરા, ગોત્રી, સમા, વાઘોડિયા રોડ, આજવા, માંજલપુર, મકરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે પણ રાજ્યમા ફરી વરસાદ શરૂ થવાની આગાહી કરી છે. આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે કે ‘6 ઓગસ્ટથી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. આ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં તો 6 ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહી મુજબ તાપી અને નર્મદા નદીની જળસપાટી પણ ઉંચી આવશે.
આ સિવાય વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો અહી આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ થશ અને તે સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રનામાં પણ ભારેથી વરસાદ જોવા મળશે. ભારે વરસાદનું આગમન થયું છે. શહેરમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિને કારણે આગામી સમયમાં વધુ વરસાદ પડી શકે છે અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને ફરી એકવાર લોકોને પરેશાન કરી શકે છે.